ત્રીજી વાણી
“ બાઈ જો તારો દીકરો..” યોહાન ૧૯:૨૬
·
પ્રભુ ઇસુ દ્વારા
બોલવામાં આવેલી ત્રીજી વાણી સીધી જ ઈસુની માં મરિયમને સંબોધવામાં આવેલી છે. જેના માધ્યમથી
ઇસુ આપણને શિક્ષણ આપવા માંગે છે.
·
ઈસુએ પ્રથમ પોતાના
સતાવનારને માફીની વાત કરે છે.
·
પછી ઇસુ પોતાની બાજુમા
વધ:સ્તંભે જડાયેલા ચોરને ઉદ્ધારની વાત કરે છે.
·
ત્યારબાદ સૈનિકો
ઈસુના કપડા માટે ચિઠ્ઠીઓ નાખે છે. અને વહેંચી લે છે.
·
આ ઘટનાના દ્રશ્યમાં ઈસુની
અન્ય લોકોના જીવન પ્રત્યેની કરુણા, કાળજીના દર્શન થાય છે. સાથે તે પણ સાબિત થાય છે
કે આપનો પ્રભુ આપણા જીવનોમાં અંગત રસ લે છે.
·
“એ માટે પવિત્ર તથા
વ્હાલાઓ, દેવના પસંદ કરેલાને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા
પહેરો.” કલોસી ૩:૧૨
·
આ સમજવા માટે ઉતમ
ઉદાહરણ બલા સમરૂનીનું દ્રષ્ટાંત છે. જે બીજાની કાળજી અને દયાને શીખવે છે. પોતાની
પીડામાં પણ ઇસુ પોતાની માંની કાળજી લેવાનું ચુકતા નથી.
·
ઇસુને આ કાળજીનો
વિચાર પોતાની અત્યંત પીડા અને દુઃખની પરિસ્થિતિમાં આવે છે. આ પીડા તો શારીરિક,
માનસિક અને આત્મિક રીતે ઈસુને દુઃખ આપનાર હતી.
·
ઈસુના પોતાના માં ની
સાથેના સંવાદમાં પૂરા આદર અને માન સાથે વાત કરે છે, અને તેમાં કરુણા, કાળજી અને
પ્રેમના દર્શન થાય છે.
·
મરિયમ હૃદયભંગીત,
દુઃખી અને સાથે કદાચ પોતાના ભવિષ્ય માટે અચોક્કસ હતી. આપને પણ મરિયમની જેમ ઈસુની
કાળજીની અદભુત જરૂર છે.
·
પ્રભુ ઇસુમાં આપણું
ભવિષ્ય અનંતકાળના માટે સુરક્ષિત છે.
·
ઇસુ માની કાળજી લઇને
કહે છે,
·
એક બીજાની કાળજી લો,
·
સમાજ અને કુટુંબની
કાળજી લો , અને શાંતિમય જીવન જીવો.
·
ઈસુએ જેમ આપણને
સ્વીકાર્ય તેમ એકબીજાને સ્વીકારો.
·
ઈશ્વરની અને એક
બીજાની સેવા કરો.
·
એક બીજાને માફ કરો.
·
એક બીજાને ઉત્તેજેન
આપો,
·
એક બીજાને પ્રેમ
કરો.
·
જે લોકો આપણી આસપાસ,
આપણા કુટુંબમાં, આપણા સમાજમાં છે, જેમને આપણે દુઃખમાં અને પીડામાં જોઈએ છીએ પણ
તેમની પીડા આપણે સમજી શક્તા નથી તો પછી કેવી રીતે આપણે પ્રભુ ઈસુના વધ:સ્તંભની
પીડાની સમજી શકીએ.
·
અને એ સમજણ આપણને
આપને પીડાને દુઃખની અનુભવ કરતા હોય ત્યારે આવે તે ખુબ જ જરૂરી છે.
·
જો આજે તમને તમારી
કોઈ નબળાઈ પરેશાન કરી રહી છે?
·
શું આપણા ભૂતકાળના કોઈ
પ્રસંગો આપણને પરેશાન કરી રહ્યા છે ?
·
શું આપણને આ
દુનિયામાં એકલતા અનુભવાય છે?
·
તો આજે પ્રભુની પાસે
આવો પ્રભુ તમારી કાળજી લેવા માંગે છે.
·
“યહોવા કૃપાળુ તથા
ન્યાયી છે; આપનો દેવ ખરેખરો માયાળુ છે.” ગીતશાસ્ત્ર ૧૧૬:૫
·
મોટા ભાગે આપણે આપણા
પોતાના દુઃખને લઈને બેસી રહીએ છીએ અને બીજાની તરફ પોતાનું ધ્યાન આપતા નથી.
·
સાથે ઘણા
દીકરા-દીકરીઓ પોતાના માં-બાપની કાળજી લેતા નથી અને પોતાનીજ દુનિયામાં જ મસ્ત રહે
છે.
·
પણ પ્રભુ આજના જુવાનોને
શીખવવા માંગે છે કે માં-બાપની કાળજી આપની જવાબદારી છે.

No comments:
Post a Comment