માર્ક ૧૩
પ્રસ્તાવના :
પ્રભુ ઇસુ ખ્રિસ્ત માર્ક ૧૩ માં આપણને
સતાવણીના સમયમાં ન હારવા અને આવા કપરા સમયોમાં પણ ઈશ્વર પરનો વિશ્વાસ ન ગુમાવવા
વિષે વાત કરે છે. પ્રભુ આપણને આવનારી સતાવણીથી વાકેફ કરે
છે એટલુજ નહિ આ સમયોમાં હિમ્મતથી કાર્ય કરવા કહે
છે. પ્રભુ ઇસુ તેમના આવનારા દુઃખદ દિવસો
અને પીડાની વાત કરે છે કે જેથી લોકો તેમની સેવાઓ ચાલુ રાખે. આખા અધ્યાયમાં ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિષે વાત કરવામાં આવી છે.
(૧) ઇસુને આવનાર દીવસો અને ઘટનાઓ ખબર છે:
·
ઈસુને મારી માંખવાની મસલત કરનાર
વ્યક્તિઓને ખબર નથી કે તેમના દ્વારા ઈસુને મારી નાખ્યા પછી શું થશે? પણ ઇસુ તે વાતોનું પૂરેપૂરું વર્ણન કરે છે.
·
સુવાર્તાઓ વારંવાર સાબિત કરે છે કે
ઈસુની કહેલી વાતો નિષ્ફળ જનાર નથી, અને માટે શિષ્યો અને પ્રભુના લોકોની
સતાવણી ચોક્કસ થશે જ .
·
માટે જ ઇસુ કહે છે કે, “આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહિ.” માર્ક ૧૩:૩૧
(૨) મુશ્કેલીઓથી ગભરાશો નહિ. માર્ક ૧૩:૫-૨૩
·
આશ્ચર્ય ન પામશો કે જયારે મુશ્કેલીઓ
તમારી સામે આવે, કે પછી આખું જગત તમને હરાવવા માંગતું
હોય તેવું લાગે.
·
આ જગતનો અધિકારી
શેતાન દુષ્ટતા, ધિક્કાર અને ખોટા દબાણ પ્રભુના લોકો પર લાવી રહ્યો
છે.
·
આપણને આ જગત જયારે
શાંત હોય છે ત્યારે આશ્ચર્ય થાય છે અને મુશ્કેલીઓ હોય છે તો સામાન્ય લાગે છે, કારણ કે આપણને જાણે
કે પ્રભુની શાંતિની ખબર જ નથી.
(૩) જગતમાં સતાવની થશે. માર્ક ૧૩:૫-૨૩
·
પ્રભુ ઇસુ કહે છે કે “ જો જગત તમારા પર ધ્વેશ રાખે છે તો તમારા આગઉ તેણે મારા પર પણ દ્વેષ રાખ્યો
છે, એ તમે જાણો છો.” યોહાન ૧૫:૧૮
·
માટે જ પાઉલ કહે છે કે “ જેઓ ખ્રિસ્ત ઇસુમાં ભક્તીભાવથી ચાલવા ઈચ્છે છે, તેઓ સઘળા પર સતાવણી થશે જ.” ૨ જો તિમોથી ૩:૧૨
·
છતા પ્રભુના પ્રેમથી આ બાબતો આપણને જુદા
પાડી શકનાર નથી.
(૪) ઇસુમાં આશા છે : માર્ક ૧૩: ૨૮-૩૭
·
ઈસુના માટે વિશ્વાસથી કાર્ય કરો.
·
પ્રભુએ આપણને તેની સેવાના ભાગીદાર
બનાવ્યા છે અને તેથી આપણી જવાબદારી છે કે આપણે તેની સેવા તેના વિશ્વાસુ કારભારીઓ
તરીકે કરીએ. માર્ક ૧૩:૩૪
·
જાગતા રહીએ કારણકે ઈસુનું આવવું ક્યારે
થનાર છે તે આપણે જાણતા નથી.
·
ઈસુના આવવાની વાત ચોક્કસ છે તો પછી
આપણી તૈયારી કેટલી છે.
·
જગત તરફથી આશા ન રાખીએ કારણકે તેની
વાતોનો નાશ થનાર છે, પણ પ્રભુમાં આશા રાખવી જોઈએ.
લાગુકરણ:
·
પ્રભુ ઇસુ કહે છે કે “જગતમાં તમને સંકટ
છે, પણ મેં જગતને જીત્યું છે.” માટે તે વિજ્યવંત પ્રભુ પર આપણે વિશ્વાસ કરવાનો છે
અને તે પ્રભુ આપણો ઉદ્ધારનાર છે.
·
પ્રકટીકારણ ૨૨:૨૦, “હું થોડી વારમાં
આવું છુ.” પ્રભુ પર આશા રાખીએ. કારણકે આપણો પ્રભુ આપણને અદભુત આશા આપનાર પરમેશ્વર
છે અને તે આપણેને મૂકી દેનાર કે છોડી દેનાર નથી.
·
માટે જો જગત આપણી પૂઠે લાગે તો હારવું
નહિ પણ પ્રભુમાં સામર્થ્ય પ્રાપ્ત કરવું.
·
આવો આજે આપણે પ્રભુની આશા અને તેના
સામર્થ્યને પસંદ કરીએ.

No comments:
Post a Comment