Wednesday, March 16, 2016

દુ:ખ સહન સપ્તાહ -ભાગ ૨ - ઇસુ આપણો પ્રભુ અને રાજા - Jesus our Lord and king

ઇસુ આપણો પ્રભુ અને રાજા
માર્ક ૧૧


સામાન્ય રીતે દુનિયાના લગભગ બધા જ માણસો કોઈને કોઈ વસ્તુ, વ્યક્તિ કે પછી કોઈ અદ્રશ્ય શક્તિને ઈશ્વર કે પ્રભુનું સ્થાન આપી દે છે. પ્રભુના લોકો તરીકે આપણે બધા ઇસુ ખ્રિસ્તને આપણા પ્રભુ તરીકે સ્વીકારીએ  છીએ. પરંતુ આને આપણે તપાસવાની જરૂર છે કે આપણે ખરા અર્થમાં શું ઇસુને પ્રભુ તરીકે માનીએ છીએ, કે પછી આપણે ફક્ત મુખ દ્વારા પ્રભુ પ્રભુ કરનારા છીએ. દરરોજના જીવનમાં આપણે પ્રભુની આણ સ્વીકારવાની અને તેને સોંપાઈ જવાની જરૂર છે. આજનું વચન આપણને બતાવે છે કે આપણા જીવનમાં અને આ જગત પર ઇસુ રાજા અને પ્રભુ તરીકે અધિકાર ધરાવે છે.

(૧) જગત પર અધિકાર (માર્ક ૧૧:૧-૭, ૨૦)

·         જેના પર કદી કોઈ બેઠું નથી તેવા વછેરા વિષે વાત કરી, શિષ્યો ગયા અને ઈસુના કહ્યા પ્રમાણે તેમેને ત્યાંનું દ્રશ્ય જોવા મળ્યું. માર્ક ૧૧:૧-૭
·         ઈસુએ પવનને શાંત કર્યો. માર્ક ૪: ૩૯-૪૧
·         જેને ફળ નહોતા તેવા અંજીરીના વૃક્ષને ઈસુએ શાપિત કરી અને તે સુકાઈ ગઈ.
માર્ક ૧૧:૧૨-૧૪, ૨૦
·         શું ઈસુને આપણા જીવનોને જોતા કોઈ ફળ મળશે કે નહિ ?

(૨) ઈસુ રાજાની જેમ  આવે છે. માર્ક ૧૧: ૮-૧૦

·         ઇસુ જાહેરમાં આવે છે. માર્ક ૧૧:૮
·         તેના આવતા પ્રબોધવાણીઓ પૂરી થાય છે. માર્ક ૧૧:૯-૧૦
·         ઈસુનું યરુશાલેમમાં આવવું. ગીતશાસ્ત્ર ૧૧૮: ૨૫-૨૬, ઝખાર્યા ૯:૯

(૩) તેની સત્તા ધર્મ પર છે માર્ક ૧૧:૧૧-૧૯

·         મંદિરનું શુદ્ધીકરણ કરે છે. માર્ક ૧૧:૧૫-૧૭
·         તેનું સાંભળીને ધાર્મિક આગેવાનો અને યાજકોને પણ બીક લાગી અને તેને મારી નાખવાની તેઓ મસલત કરવા લાગ્યા. માર્ક ૧૧:૧૮-૧૯
·         વિશ્વાસની આજ્ઞા આપી અને વિશ્વાસની ખાતરી પણ કરાવી. માર્ક ૧૧: ૨૧-૨૫

લાગુકરણ :

Ø  ઇસુ રાજા છે. તે જગત પર, ધર્મ પર સત્તા ધરાવે છે.
Ø  આ સાથે આપણા જીવનો પર પણ પ્રભુનો અધિકાર છે. પણ આપણે શેતાનને આપના જીવનમાં સ્થાન આપીને પ્રભુની અવગણના કરી છે.
Ø  યશાયા ૫૩:૬, “આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણ સર્વના પાપનો ભાર મુક્યો છે.”
Ø  ફરી એક વાર પ્રભુ તરફ પાછા ફરવાની જરૂરિયાત છે.  


No comments:

Post a Comment