Wednesday, March 16, 2016

ખજૂરીનો રવિવાર - દુ:ખ સહન સપ્તાહના વચનો - ભાગ ૧

ખજૂરીનો રવિવાર


બાઈબલ વાંચન: માર્ક ૧૧:૧-૧૧

પ્રસ્તાવના:
  • અગ્યારમાં અધ્યાય પછીના પ્રસંગો યરુશાલેમની નજદીક અને ઘણા યારુશાલેમની અંદર બને છે...
     - આ અધ્યાયથી લઈને પ્રભુ ઈસુના પુનરુત્થાન સુધી
     - વિજયવંત પ્રવેશથી લઈને આવનાર આઠ દિવસ સુધી.
  • આ પ્રથમ દીવસ કે  જેને આપણે 'ખજુરીના રવિવાર' તરીકે ઓળખીએ છીએ...
    - આ દિવસે ઇસુ યરુશાલેમમાં ઈસુનો અભુતપૂર્વ પ્રવેશ થયો હતો.
    - આ સમયે ઇસુની સાથે તેમના શિષ્યો, બીજા ઘણા લોકો પણ હતા અને તેઓ ઈસુના રસ્તામાં કપડા અને ખજૂરીની ડાળીઓ પાંથરતા હતા, અને ઇસુ ગધેડા પર બેસીને આવી રહ્યા હતા.

(૧) આગમનની તૈયારી :
  •  ઇસુ અને તેમના શિષ્યો યરુશાલેમની નજીક આવી રહ્યા હતા. -માર્ક ૧૧:૧ 
  • આ બેથફગે અને બેથાની ગામો જૈતુનના પહાડની નજદીક અને યરીખો અને યરુશાલેમ શહેરોની નજદીક આવેલ હતા.
  • ઇસુ બે શિષ્યોને ગધેડાના વછેરાને  લેવા માટે મોકલે છે.માર્ક ૧૧:૧-૩
  • આ વછેરા પર કોઈ કદી બેઠું નથી અને ઇસુ તેના વિષે આજ્ઞા આપતા ત્યાં શું થશે તે વિષે પણ શિષ્યોને કહે છે. અને શિષ્યોને ઈસુએ કહ્યા પ્રમાણે જ વછેરો મળે છે. માર્ક ૧૧:૪ -૬   

(૨) વિજયવંત પ્રવેશ:
  • ઇસુ ગધેડા પર બેસે છે....  માર્ક ૧૧:૭
       માથ્થી ૨૧:૨, ૭  માં જણાવવામાં આવે છે કે ગધેડી અને તેના વછેરા બંન્નેને છોડીને લાવવા.
  • આ સમયે ઘણા લોકો પોતાના લુંઘડા અને ખજૂરીની ડાળીઓ રસ્તા પર પાંથરે છે. માર્ક ૧૧:૮
       આ રીતે કપડા કોઈના માટે રસ્તા પર બીછાવવા તેની માહિતી જુના કરારમાં છે, ૨ રાજા ૯:૧૨-૧૩
  • આ બધામાં યોહાન જણાવે છે કે લોકો ખજૂરીની ડાળીઓ લઈને આવ્યા હતા. યોહાન ૧૨:૧૩
  • ઈસુના વિજવંત પ્રવેશ વખતે ઘણા લોકોએ ઇસુનો જયજયકાર કર્યો. માર્ક ૧૧:૯-૧૦, ગીતશાસ્ત્ર ૧૧૮:૨૫,૨૬
  • ઇસુ યરુશાલેમમાં પ્રવેશે છે. માર્ક ૧૧:૧૧
       આ બધા પછી સાંજ પડવાને કારણે ઇસુ બહાર નીકળી ગયા.
(૩)  પ્રબોધવાણીનું પૂર્ણ થવું: 
  • માથ્થી ૨૧:૪-૫, ઝખાર્યા૯:૯
  • ઈસુની મંદિરની ટૂંકી મુલાકાતને પણ ઘણા પ્રબોધવાણીની પૂર્ણતા સાથે સરખાવે છે.માલાખી ૩:૧
(૪)  રાજ્યની લાક્ષણિકતાઓ:
  • લોકોના કાર્યો, શબ્દો અને જયજયકાર તેમની મસીહાની અપેક્ષા વિષે નિર્દેશ કરે છે.માર્ક ૧૧:૧૦, યોહાન ૧૨:૧૨-૧૩
  • પહેલા પણ કેટલાકે ઈસુને રાજા બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે સમયે ઈસુએ તેનો સ્વીકાર કર્યો નહોતો. યોહાન ૬:૧૫
  • ઘણાએ ઈસુને આ જગતના રાજા બનાવવા પ્રયત્ન કર્યો પણ ઈસુએ કહ્યું કે તેમનું રાજ્ય આ જગતનું નથી. 
      ફરોશીઓને - લુક ૧૭:૨૦-૨૧ 
      પીલાતને - યોહાન ૧૮:૩૬
  • પાઉલ તેની સેવામાં આ વાતને વધુ મજબુતીથી રજુ કરે છે.રોમન ૧૪:૧૭, ૧ કોરંથી ૧૫:૫૦
  • ઇસુનું સવારી માટે ગધેડાની પસંદગી કરવી તે તેના રાજ્યની આત્મિક લાક્ષણીકતાને પ્રદર્શિત કરે છે. કારણકે મોટે ભાગે રાજાઓ ઘોડા પર બેસે જેથી શક્તિ અને યુદ્ધ નું પ્રદર્શન કરે.
  • પરંતુ ગઘેડો નમ્રતા અને શાંતિ દર્શાવે છે જે પ્રભુના રાજ્ય અનુસાર છે. યશાયા ૯:૬
લાગુકરણ:
  • આ   વિજવંત પ્રવેશથી આપણને એ ખબર પડે છે  કે ઈસુના જગતમાં બીજી વાર પાછા આવવાના દિવસે કેટલું ભવ્ય દ્રશ્ય હશે.
  • પ્રથમ વખતે ઇસુ આવ્યા તે તો આપના પાપોની માફીને માટે આવ્યા હતા પણ હવે તેઓ જગતનો  ન્યાય કરવા અને તેના લોકોને અનંતકાળીક જીવનમાં લેવા માટે આવશે. હિબ્રુ ૯:૨૭-૨૮
"પ્રભુને નામે જે રાજા આવે છે તેને ધન્ય છે."


1 comment: