Wednesday, March 23, 2016

SECOND WORD FROM CROSSબીજી વાણી - લૂક ૨૩:૪૩ “ આજ તું મારી સાથે પારાદૈશમાં હોઈશ..”

બીજી વાણી

લૂક ૨૩:૪૩ “ આજ તું મારી સાથે પારાદૈશમાં હોઈશ..”

પ્રભુ ઇસુ ખ્રિસ્તને બે ચોરની વચ્ચે વધ:સ્તંભે ચડાવવામાં આવ્યા.તેમાંથી એક ચોરે ઈસુની મશ્કરી કરી  પણ બીજાએ તેને તેમ કરતા ધમકાવ્યો. અને ઈસુને કહ્યું કે, “ હે  ઇસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભારજે.” આ પછીનો પ્રભુનો સંવાદ તે જગતના ઈતિહાસમાં વધ:સ્તંભ પરની બીજી વાણી બની ગયો.
“હું તને ખચીત કહું છુ કે, આજ તું મારી સાથે પારાદૈશમાં હોઈશ.” લૂક ૨૩:૪૩
પ્રભુ ઇસુ એક ચોરની સાથે વાત કરે છે જે વાત સંપૂર્ણ રીતે ઉદ્ધારના પાયા પર છે.

૧) વિનંતી:

“ હે  ઇસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભારજે.” લૂક ૨૩:૪૨.
·         આ વિનંતી એક ચોર તરફથી ઈસુને કરવામાં આવી. ચોરને જે કોઈ પણ ગુનામાં પકડવામાં આવ્યો  હશે અને તેના આધાર પર તેને સજા કરવામાં આવી હશે.      
·         માથ્થી ૨૭:૪૪, “અને જે ચોરો તેની જોડે વધ:સ્તંભે જડાયા હતા, તેઓએ પણ એજ પ્રમાણે તેના ઠઠ્ઠા કર્યા.” આ પરથી આપને કહી શકીએ કે શરૂઆતમાં તે પણ યહુદીઓ, રોમનો અને બીજા ચોરની સાથે ઈસુના ઠઠ્ઠા કરવામાં હતો.
·         પરંતુ પછી, પ્રભુની કૃપાના અદભુત ચમત્કારથી, તેનું હૃદય બદલાયું, હવે તને સમજાયું કે જે વ્યક્તિ તેની બાજુમાં વધ:સ્તંભે જડાવી દેવામાં આવ્યો છે તે તો પ્રભુ અને દેવનો દીકરો છે. અને ત્યારે તે બીજા ચોરને કહે છે કે “તું એજ શિક્ષા ભોગવે છે છતા શું તું દેવથી પણ બીતો નથી........પણ એણે કઈ ખોટું કર્યું નથી” લૂક ૨૩:૪૨

આ બધા સંવાદ પછી પ્રભુને ચોર તરફથી વિનંતી કરવામાં આવે છે કે “હે ઇસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભારજે.” લૂક ૨૩:૪૨

·         કેટલી અદભુત, સાદગી ભરેલી, નમ્રતાથી કરેલી વિનંતી. તેની વિનંતીથી આપણેને તેની માનસિક પરિસ્થિતિની ખબર પડે છે. તે હવે સ્વીકારી રહ્યો છે કે તે પોતે પાપી છે, પણ તેનીસાથે તે એ પણ સ્વીકારી રહ્યો છે કે ઇસુ ખરા ઉદ્ધારનાર છે. માટે જ તે ઈસુને પોતાના રાજ્યમાં સંભારવાનું કહે છે.

·         વ્હાલાઓ આપણે એ મારતા ચોર જેવા છીએ. અપને આપના પાપોને કારણે ઈશ્વરના ગુનેગારો છીએ. આપને ઈશ્વર અને તેના નિયમની વિરુદ્ધ પાપ કર્યું છે. આપને પણ તેની આજ્ઞાઓ નહિ પાળીને ઈશ્વરના ઠઠ્ઠા કર્યા છે. આપણે ઈશ્વરીય પવિત્રતાની વિરુધ્ધ બળવો કર્યો છે. આપણને ઈશ્વરીય બાબતોમાં કે પછી ઈશ્વરમાં જ રસ રહ્યો નથી.
·         છતા પણ ઈશ્વરે આપણાપર કૃપા કરી, અને આપના હૃદયોને બદલવાના પ્રયત્નો કર્યા. આપણામાંથી ઘણાએ તેનો સ્વીકાર કર્યો અને પ્રભુને કહ્યું કે “હે ઇસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભારજે.”

૨) પ્રત્યુતર:

·         આ બધી પરિસ્થિતિમાં ઇસુ અભૂતપૂર્વ પ્રત્યુતર આપે છે.      
·         “હું તને ખચીત કહું છુ કે, આજ તું મારી સાથે પારાદૈશમાં હોઈશ.” લૂક ૨૩:૪૩
·         હવે પ્રભુ તેને પારાદૈશમાં હોઈશ તેમ કહે છે. તેનો વધારે ઊંડાણમાં ન જતા સર્વ સામાન્ય અર્થ લઈએ તો સ્વર્ગનો સમાનર્થી શબ્દ. આ ચોરે તો પાપી અને બંડખોર જીવન વિતાવ્યું છે, પણ હવે તે પારાદૈશમાં હશે. અને ફક્ત પારાદૈશમાં હશે તેટલું જ નહિ પણ ઈસુની સાથે પારાદૈશમાં હશે. કેવો અદભુત આનંદ !
·         વ્હાલાઓ આજે જયારે હું અને તમે પ્રભુ ઈસુની પાસે આવીએ છીએ ત્યારે આપણા પ્રભુનો પ્રત્યુતર પણ તેવો જે છે. જયારે આપણે પ્રભુ ઇસુનો તારણહાર તરીકે સ્વીકાર કારીએ છીએ ત્યારે પ્રભુ આજે પણ આપણને અનંતકાળીક જીવનની ભેટ આપવાને માટે તૈયાર છે.
·         આ એક શ્રેષ્ઠ આશા આપના અને જગતના દરેક વ્યક્તિઓના જીવનને માટે છે.

·         શું પ્રભુ ઇસુના શિષ્યોએ આ પ્રમાણે સંભાળવાની અપેક્ષા નહિ રાખી હોય ? પણ ઇસુએ તો પેલા મારતા ચોરને તે તક આપી કે જે સંભાળવા આજે પણ આપનામાંના દરેક સંભાળવાની અપેક્ષા રાખે છે. ઈશ્વર તરફથી કેટલી બધી મોટી મહેરબાની કરવામાં આવી. 

No comments:

Post a Comment