Thursday, March 24, 2016

Fifth word from Cross - પાંચમી વાણી: “મને તરસ લાગી છે.” યોહાન ૧૯:૨૮


પાંચમી વાણી:

મને તરસ લાગી છે. યોહાન ૧૯:૨૮
·         આપણને બધાને કોઈ ને કોઈ દિવસ તો એવી તરસ લાગી હશે કે જેથી આપણા હોઠ સુકાઈ ગયા હોય. આપની જીભ પાણી માટે તરસી રહી હોય. ગળું એટલી હદે સુકાઈ ગયું હોય કે અવાજ પણ ન નીકળે.
·         આપણને ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવ છે  કે આપણે અમુક લીટર પાણી રોજ પીવું જોઈએ, કે જેથી આપણા શરીરના બધા અંગો સારી રીતે ચાલે. પાણીનું અપના શરીરને ને માટે ખુબજ મહત્વ છે. એટલાજ માટે તો “જળ એટલે જીવન” કહેવાય છે.
·         “એ પછી સઘળું પૂરું થયું એ જાણીને શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે કહે છે કે, મને તરસ લાગી છે.” યોહાન ૧૯:૨૮
·         પ્રભુ ઇસુ ખ્રિસ્તે આ પ્રમાણે કહ્યા પછી તેમને સરકા વાળી વાદળી આપવામાં આવી. આ બાબત ગીતશાસ્ત્રમાં લખવામાં આવી છે. “વળી તેઓએ મને ખાવા સારું પિત્ત આપ્યું અને મને તરસ લગતા તેઓએ સરકો આપ્યો.”  ગીતશાસ્ત્ર ૬૯:૨૧
·         ઈસુને તરસ લાગવી તે સામાન્ય બાબત છે. ખુબ જ લોહી વહી ગયું છે, ખુબ જ ગરમી ને થાક છે. પ્રભુ ઇસુ વધ:સ્તંભ પર છેલ્લા છ કલાકથી જડાયેલ છે. તેમનો પરસેવો અને લોહી બંને મિશ્રિત થઈ રહ્યા છે.
·         પ્રભુ ઇસુને સરકો આપવામાં આવ્યો કે જે તે સમયના રોમન સૈનિકો દ્વારા રોજ પીવાતું પીણું હતું.
·         “હવે ત્યાં સર્કાથી ભરેલું એક વસં મુકેલું હતું; માટે તેઓએ એક વાદળી સર્કાથી ભરીને ઝુફા પર મુકીને તેના મોં આગળ ધરી.” યોહાન ૧૯:૨૯
·         આ ઝુફાની લાકડીનો ઉપયોગ પાસ્ખાપર્વમાં હલવાનનું લોહી બારણા પર લગાવવામાં થાતો હતો. નિર્ગમન ૧૨:૨૨ “ અને ઝુફાની એક ઝૂડી લઈને તેને વાસનામાંના રકતમાં બોળીને ઓતરંગ પર તથા બંને બારસાખ પર તે વાસણમાંના રકતમાંથી છાંટો..”
·         પ્રભુ ઈસુને તરસ લાગવી તેપ્રભુ ઇસુની સંપૂર્ણ માનવ તરીકેની વધુ એક નિશાની આપે છે. ઈસુને થાક લાગે, ઇસુ રડ્યા, ઈસુએ ભૂખ લાગી અને ઇસુને તરસ પણ લાગી.
·         “પોતે દેવના રૂપમાં છતા, તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહિ, પણ તેણે દસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને કહલી કર્યો.” ફિલીપી ૨: ૬-૭
·         આ તો એજ ઈશ્વરનો દીકરો કે જેણે ખડકમાંથી પાણી કાઢીને આખા ઇસ્ઝ્રયેલની તરસ છીપાવી હતી. અને આ ઈસુએ તો પાણીમાંથી દ્રાક્ષારસ બનાવ્યો હતો પણ આજે તે વધ:સ્તંભ પરથી કોઈ ચમત્કાર કરતા નથી, કારણ કે પ્રબોધવાણીઓ પૂર્ણ થાય. અને ઈશ્વર તરફ તેમની આજ્ઞાધીનતા છે. અને જગતનું પાપ તેમણે માથે લીધું છે. ઈશ્વરની યોજના પૂરી થવી જોઈતી હતી.
·         પ્રભુની શારીરિક તરસ આપણને આપણી આત્મિક તરસ તરફ ધ્યાન અપાવે છે. “જેમ પાણીના નાળાને સારું હરણ તલપે છે; તેમ હે દેવ, તારે સારું મારો આત્મા તલપે છે.” ગીતશાસ્ત્ર ૪૨:૧
·         આપણી તરસ જીવનના ઝરાની હોવી જોઈએ. “તેઓને ફરી ભૂખ લાગશે નહિ, અને ફરી તરસ પણ લાગશે નહિ; અને સૂર્યની ઝાળ અથવા કોઈ પ્રકારનો તાપ તેઓના ઉપર પડશે નહિ...તે તેઓનો પાળક થશે, અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઇ જશે.” પ્રકટીકરણ ૭:૧૬  

No comments:

Post a Comment