Saturday, March 19, 2016

દુઃખ સહન સપ્તાહ ભાગ ૫ - તારી ઈચ્છા પૂરી થાવ. - Mark 14- your will be done

તારી ઈચ્છા પૂરી થાવ

માર્ક ૧૪
આજના માનવીના હાથમાં સ્માર્ટ ફોન છે અને તે તેનાથી પોતાના વ્હાલાઓ, મિત્રો અને જગતની સાથે સંપર્કમાં રહી શકે છે. તેનાથી તે અલગ અલગ પ્રકારની માહિતી અનેજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આ જ ફોનથી તે અલગ અલગ કાર્યોં કરે છે કે જે તે પોતે કરી શકે નહિ. આનાથો તેના કામમાં ઝડપ આવી છે. પરંતુ આ બધું તે ત્યારે જ કરી શકે કે  જયારે તે ફોનને કેવી રીતે ચલાવવો તે  જાણતો હોય. તેને જો તે આવડત ન હોય તો તે કશું જ કરી શકે નહિ. પ્રાર્થના આપના જીવનમાં આ સ્માર્ટફોન કરતા પણ વધારે ઉપયોગી છે. અને આજે આપને પ્રભુ ઇસુ ખ્રિસ્ત આપણને ગેથશેમાની વાડીમાની પ્રાર્થનાથી ઘણું શીખવવા માંગે  છે. આજે આપને મુખ્ય કટન બ્બબ્તો શીખવા માંગીએ છીએ.

(૧)     વિપરીત પરિસ્થિતિઓમાં પણ પ્રાર્થનામાં ખંતથી લાગુ રહો.

·         શિષ્યો માટે તે ભયંકર અનુભવ હતો કે જયારે ઈસુએ તેમને પોતાની સાથે બનનારી બબતો જણાવી.
·         ઈસુએ કહ્યું કે તેમની સાથે વિશ્વાસઘાત થવાનો છે. માર્ક ૧૪:૧૮
·         ઈસુએ તેમ પણ કહ્યું કે તેઓ તેમને છોડીને પિતાની પાસે જવાના છે. યોહન ૧૪:૧-૩
·         ઇસુ માટે પણ આ અઘરો સમય હતો. માર્ક ૧૪: ૩૩-૩૫
·         ઈસુને ખબર હતી કે વિશ્વાસઘાત અને વધસ્તંભ પરનો સમય ઝડપથી તેમની આગળ આવી રહ્યો છે.

(૨)     પ્રાર્થના કરતા જાગતા રહો.

·         ઈસુએ શિષ્યોને જાગતા રહીને પ્રાર્થના કરવા કહ્યું પણ તેઓ ઊંઘી ગયા. માર્ક ૧૪:૩૪, ૩૭-૩૮.
·         શું આપણે કદી પ્રાર્થના કરતા કરતા કે વચન સંભાળતા ઊંઘી જઈએ છીએ.
·         પાઉલ એફસીની મંડળીને પણ આજ પ્રમાણે જણાવે છે. એફેસી ૬:૧૮
·         જો આપણે આપણી આસપાસની પરિસ્થિતિ વિષે જાગતા રહીને પ્રાર્થના કરીએ છીએ તો આપણી પ્રાર્થના ખરા અર્થમાં અસરકારક બને છે.

(૩)         દરેક પ્રાર્થના ઈશ્વરની યોજના અને ઈચ્છામાં પુરી થાય.

·         માર્ક ૧૪:૩૬ , પ્રમાણે “મારી નહિ પણ તમારી ઈચ્છા પ્રમાણે થાઓ.”
·         મોટે ભાગે માણસો પોતાની માંગણીની પ્રાર્થનાઓ જ કરે છે, ઘર, પૈસા, સોનું, કર, નોકરી, હોદ્દા વગેરે..
·         પરંતુ આ બધું માંગતા પહેલા ઈસુના નમૂનાને અનુસરવાની જરૂરિયાત છે. “તારી ઈચ્છા પ્રમાણે થાઓ.”
·         ઈશ્વર જાણે છે કે આપણા માટે સારું શું છે અને તે જે આપણા દ્વારા કરાવવા માંગે છે.
·         યાકુબ ૪;૩ “તમે માંગો છો પણ મળતું નથી, કેમકે તમે તમારા મોજશોખ પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માંગો છો.”
·         અને તેનાથી વિશેષ આગળ વધીને યાકુબ ૪:૧૫, “જો પ્રભુની ઈચ્છા હશે તો અમે જીવતા રહીશું.”
·         પ્રાર્થના કરતા એક બાબતને સમજી લેવાની જરૂર છે કે સઘળું ઈશ્વરના હાથમાં છે.

લાગુકરણ:

·         આપણે મુશ્કેલીઓને કેવો પ્રત્યુતર વાળીએ છીએ તેનાથી આપના પ્રાર્થનાના જીવનની ખબર પડે છે.
·         મુશ્કેલીઓ સાથે સમાધાન કરવા કરતા દેવ સાથે સમાધાન કરવાની જરૂર છે.
·         આપણી સઘળી વાતો શું આપણે પ્રભુને જણાવીએ છીએ.
·         જો પ્રભુની સાથેનો રોજીંદો સમય આપને નથી આપતા તો આજથી શરૂઆત કરીએ.

No comments:

Post a Comment