Thursday, March 24, 2016

Seventh Word from Cross - સાતમી વાણી: “ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છુ.” લુક ૨૩:૪૬

સાતમી વાણી:

ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છુ.લુક ૨૩:૪૬
·         બધું જ પૂર્ણ થયા પછી ઇસુ આ વાક્ય બોલે છે. આ ઈસુના પ્રુથી પરના જીવનનું છેલ્લું વાક્ય છે.
·         “હું તારા હાથમાં મારો આત્મા સોંપું છું.” ગીતશાસ્ત્ર ૩૧:૫
·         આ પ્રાર્થના દર્શાવે છે ઈશ્વર જ આપણો સંભાળનાર, બચાવનાર અને છોડાવનાર છે. એનો અર્થ છે કે ઈશ્વર પણ દુઃખ અને પીડામાં પણ કાબુ ધરાવતા હતા.
·         પિતા, શબ્દ બોલીને ઇસુ ફરી એક વાર પોતાના ઈશ્વર પિતાને સંબોધીને વાત કરે છે. આ તો એ ઈશ્વર પિતાની વાત છે કે જેમની સાથે તે જગતના મંડાણ અગાઉથી હતા.
·         તારા હાથમાં, શબ્દો ઈશ્વરના હાથને પ્રદર્શિત કરે છે. જે હાથ સર્જનકર્તા છે, આશીર્વાદ આપનાર છે,        વિશ્વાસુ છે, સાજાપણું આપનાર છે.
·         આ ઈશ્વરના હાથ સાગરને પણ માપી શકે છે, પવનને પણ બંધ કરી શકે છે, અને આકાશની ક્ષિતિજ પણ બનાવી શકે છે.
“”આકાશમાં  કોણ ચઢ્યો અને પાછો ઉતર્યો ?
કોણે પવનને પોતાની મુઠ્ઠીમાં સમેટી લીધો છે ?
કોણે પોતાના વસ્ત્રમાં પાણી બાંધી લીધા છે ?
પૃથ્વીની સર્વ સીમાઓ કોને સ્થાપી છે ?
જો તું જાણતો હોય તો કહે, તેનું નામ શું છે,
અને તેના દિકરનું નામ શું છે ? ”  નીતીવચન ૩૦:૪

·         મારો આત્મા સોંપું છું. Paratithemi – ગ્રીક શબ્દ વાપરવામાં આવ્યો છે. તેનો અર્થ છે કે કોઈના હાથમાં સુરક્ષિત મુકવું, મુકનાર પર પૂરો વિશ્વાસ રાખીને મુકવું.
·         આ સર્વ બાબતોથી આપણે ઈશ્વર પિતામાં આપનો વિશ્વાસ મજબુત કરીએ છીએ. કારણ કે આપના ઈશ્વર્પીતાના હાથ સુરક્ષિત અને સલામત છે.
·         પડદો ચીરાઈ ગયો તે પણ દર્શાવે છે કે હવે ઈશ્વર હવે બધા માટે ઉપલબ્ધ છે. પડદો પણ ઉપરથી નીચે સુધી છેક ચીરાઈ ગયો. મતલબ કે ઈશ્વર પુરેપુરી રીતે માણસોની સાથેના વ્યવહારમાં છે.
·         ઈશ્વરની સાથે અમર્યાદિત પાને આપને વાત કરી શકીએ છીએ. પડદો ચીરીને ઈશ્વરે આપણને તેની સાથેના સંબંધમાં આમંત્રણ આપે છે.
·         શુ આપણે આપણી સલામતી ઈશ્વરના સલામત હાથોમાં મુકવા તૈયાર છીએ.

SIXTH WORD - છઠ્ઠી વાણી: “ સંપૂર્ણ થયું.. ” યોહાન ૧૯:૩૦

છઠ્ઠી વાણી:

સંપૂર્ણ થયું.. યોહાન ૧૯:૩૦
·         પ્રભુ ઈસુ સંપૂર્ણ માણસ તરીકે જીવન જીવ્યા અને આત્મ સમપર્ણ અને આજ્ઞાધીન જીવન જીવ્યું. તેમણે માણસોથી ધીક્કારાયેલું અને નાકારાયેલું જીવન જીવ્યા. ઇસુ તો દુઃખી પુરુષ ને દર્દ્મો અનુભવી હતા.

·         જેઓ તમેને ધિક્કારતા હતા તેમને તેઓને સોંપવામાં આવ્યા. તેઓ પ્રાર્થના કરતા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી. તેમના પોતાના એક શિષ્ય દ્વારા તેમને  વિશ્વાસઘાત કરવામાં આવ્યો.

·         આપણા જીવનમાં આપણે કોઈ કામ લઈને બેસીએ અને પછી જયારે કામ પૂરું થાય ત્યારે  “ સંપૂર્ણ થયું. એમ કહેતા કેટલો આનંદ થાય છે. સાથે જ જીવનના અંતે આપણને એવું કહી શકીએ કે મેં જે ધારેલું તે બધું જ પૂરું થયું અને હું તે બધુ જ કરી ચુક્યો છુ.

·   બધા જ વચનો, પ્રબોધવાની ઇસુમાં સંપૂર્ણ થયા હતા.
·         સંપૂર્ણ થયું. શબ્દને ગ્રીકમાં tetelestai છે. જે બાઈબલમાં બીજી જગ્યાઓએ પણ વપરાયો છે. એ પછી સઘળું પૂરું થયું એ જાણીને શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે કહે છે કે, મને તરસ લાગી છે.યોહાન ૧૯:૨૮ અહી પણ પૂર્ણ થાય માટે tetelestai શબ્દ વાપરવામાં આવ્યો છે. Tetelestai એક પૂર્ણ વર્તમાનકાળનું રૂપ છે. આ શબ્દનો અર્થ હેતુ કે ધ્યેયની પ્રાપ્તિ છે.

·         સાથે બીજો અર્થ ગણતરીની સાથે સંકળાયેલો છે. જે દેવું પુરુ થાય ત્યારે વાપરવામાં આવતો શબ્દ છે. સાથે કોઈનો ગુરુ સાથેનો અભ્યાસ પૂરો થાય ત્યારે શિષ્યને કહેવામાં આવે કે સંપૂર્ણ થયું

આતો જાણે પ્રભુના સંતોષનો ઉદગાર માટે. સાથે tetelestai શબ્દના અર્થ પ્રમાણે આ કાર્ય જે પૂરું થયું તે હવે ફરીથી કરવાની જરૂર નથી.

·         હવે આપણા માટે આપણા પ્રભુ ઈસુએ પૂર્ણ બલિદાન આપ્યું છે અને આપણા પાપોને માટે વધ:સ્તંભ પર વેદના સહન કરી છે. અને આપણા પાપોની માફી આપણને પૂર્ણ રીતે મળી છે

માટે જરૂરિયાત છે કે આપણે તે પ્રભુના માર્ગમાં સંપૂર્ણ રીતે ચાલવાનો સફળ અને પ્રમાણિક પ્રયત્ન કરીએ.


Fifth word from Cross - પાંચમી વાણી: “મને તરસ લાગી છે.” યોહાન ૧૯:૨૮


પાંચમી વાણી:

મને તરસ લાગી છે. યોહાન ૧૯:૨૮
·         આપણને બધાને કોઈ ને કોઈ દિવસ તો એવી તરસ લાગી હશે કે જેથી આપણા હોઠ સુકાઈ ગયા હોય. આપની જીભ પાણી માટે તરસી રહી હોય. ગળું એટલી હદે સુકાઈ ગયું હોય કે અવાજ પણ ન નીકળે.
·         આપણને ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવ છે  કે આપણે અમુક લીટર પાણી રોજ પીવું જોઈએ, કે જેથી આપણા શરીરના બધા અંગો સારી રીતે ચાલે. પાણીનું અપના શરીરને ને માટે ખુબજ મહત્વ છે. એટલાજ માટે તો “જળ એટલે જીવન” કહેવાય છે.
·         “એ પછી સઘળું પૂરું થયું એ જાણીને શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે કહે છે કે, મને તરસ લાગી છે.” યોહાન ૧૯:૨૮
·         પ્રભુ ઇસુ ખ્રિસ્તે આ પ્રમાણે કહ્યા પછી તેમને સરકા વાળી વાદળી આપવામાં આવી. આ બાબત ગીતશાસ્ત્રમાં લખવામાં આવી છે. “વળી તેઓએ મને ખાવા સારું પિત્ત આપ્યું અને મને તરસ લગતા તેઓએ સરકો આપ્યો.”  ગીતશાસ્ત્ર ૬૯:૨૧
·         ઈસુને તરસ લાગવી તે સામાન્ય બાબત છે. ખુબ જ લોહી વહી ગયું છે, ખુબ જ ગરમી ને થાક છે. પ્રભુ ઇસુ વધ:સ્તંભ પર છેલ્લા છ કલાકથી જડાયેલ છે. તેમનો પરસેવો અને લોહી બંને મિશ્રિત થઈ રહ્યા છે.
·         પ્રભુ ઇસુને સરકો આપવામાં આવ્યો કે જે તે સમયના રોમન સૈનિકો દ્વારા રોજ પીવાતું પીણું હતું.
·         “હવે ત્યાં સર્કાથી ભરેલું એક વસં મુકેલું હતું; માટે તેઓએ એક વાદળી સર્કાથી ભરીને ઝુફા પર મુકીને તેના મોં આગળ ધરી.” યોહાન ૧૯:૨૯
·         આ ઝુફાની લાકડીનો ઉપયોગ પાસ્ખાપર્વમાં હલવાનનું લોહી બારણા પર લગાવવામાં થાતો હતો. નિર્ગમન ૧૨:૨૨ “ અને ઝુફાની એક ઝૂડી લઈને તેને વાસનામાંના રકતમાં બોળીને ઓતરંગ પર તથા બંને બારસાખ પર તે વાસણમાંના રકતમાંથી છાંટો..”
·         પ્રભુ ઈસુને તરસ લાગવી તેપ્રભુ ઇસુની સંપૂર્ણ માનવ તરીકેની વધુ એક નિશાની આપે છે. ઈસુને થાક લાગે, ઇસુ રડ્યા, ઈસુએ ભૂખ લાગી અને ઇસુને તરસ પણ લાગી.
·         “પોતે દેવના રૂપમાં છતા, તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહિ, પણ તેણે દસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને કહલી કર્યો.” ફિલીપી ૨: ૬-૭
·         આ તો એજ ઈશ્વરનો દીકરો કે જેણે ખડકમાંથી પાણી કાઢીને આખા ઇસ્ઝ્રયેલની તરસ છીપાવી હતી. અને આ ઈસુએ તો પાણીમાંથી દ્રાક્ષારસ બનાવ્યો હતો પણ આજે તે વધ:સ્તંભ પરથી કોઈ ચમત્કાર કરતા નથી, કારણ કે પ્રબોધવાણીઓ પૂર્ણ થાય. અને ઈશ્વર તરફ તેમની આજ્ઞાધીનતા છે. અને જગતનું પાપ તેમણે માથે લીધું છે. ઈશ્વરની યોજના પૂરી થવી જોઈતી હતી.
·         પ્રભુની શારીરિક તરસ આપણને આપણી આત્મિક તરસ તરફ ધ્યાન અપાવે છે. “જેમ પાણીના નાળાને સારું હરણ તલપે છે; તેમ હે દેવ, તારે સારું મારો આત્મા તલપે છે.” ગીતશાસ્ત્ર ૪૨:૧
·         આપણી તરસ જીવનના ઝરાની હોવી જોઈએ. “તેઓને ફરી ભૂખ લાગશે નહિ, અને ફરી તરસ પણ લાગશે નહિ; અને સૂર્યની ઝાળ અથવા કોઈ પ્રકારનો તાપ તેઓના ઉપર પડશે નહિ...તે તેઓનો પાળક થશે, અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઇ જશે.” પ્રકટીકરણ ૭:૧૬  

Wednesday, March 23, 2016

Fourth word of Jesus - ચોથી વાણી: “ઓ મારા દેવ, મારા દેવ, તે મને કેમ મૂકી દીધો છે?” માથ્થી ૨૭:૪૬

ચોથી વાણી:

ઓ મારા દેવ, મારા દેવ, તે મને કેમ મૂકી દીધો છે?” માથ્થી ૨૭:૪૬
·         અત્યાર સુધીની ત્રણ વાણી વિધાન વાક્યો પર હતી પણ ચોથી વાણી પ્રશ્નાર્થ વાક્યના સ્વરૂપમાં  છે.
·         આ વાણી પ્રશ્નોના જવાબ આપવાની જગ્યાએ બીજા પ્રશ્નો ઉભા કરે છે, જેમ કે કેવી રીતે ઈશ્વર પોતાના વ્હાલા દીકરાને મૂકી દે કે તરછોડી દે ?
·         સી. એચ. સ્પર્જન ના મત મુજબ ઇસુ ગીતશાસ્ત્ર ૨૨:૧ ની વાત જેવીજ વાત કરે છે. ત્યાં લખેલું છે કે “હે મારા દેવ, મારા દેવ, તે મને કેમ તરછોડી દીધો  છે. ?”
·         ઇસુ ખ્રિસ્ત એવી પરિસ્થિતિની વાત કરે છે કે જેમાં કોઈ રહેવા માંગતું નથી. શાબ્દિક અર્થ એકલું મૂકી દેવાયેલું, કોઈના ધ્યાનમાં ન હોય તેવું.
·         ઇસુ એ દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે પાપ આપણને ઈશ્વરથી જુદા પાડે છે. અને જેથી આપણે એકલતા અને ખાલીપણાનો અનુભવ કરીએ છીએ. આ એકલતા તો ઈશ્વર પરના વિશ્વાસથી અને પાપની માફીથી આપણને મળે છે.
·         હાલના જગતમાં એકલતા બહુ મોટો ચર્ચાનો વિષય અને કેટલાય લોકોનો અંગત અને આગવો પ્રશ્ન છે.
·         એક ખાનગી સંસ્થા દ્વારા હાલમાં કરેલ સર્વે મુજબ સૌથી વધારે એકલતા કિશોરાવસ્થાના વ્યક્તિઓ અનુભવે છે. આશ્ચર્ય થાય તેવી હકીકત છે. પછીના સ્થાને લગ્નવિચ્છેદ થયેલ લોકો, ખુબજ સુખી વ્યક્તિઓ, વિધવાઓ, ગૃહિણીઓ અને વૃદ્ધો.
·         માથ્થી ૨૭:૪૫, “છઠ્ઠી હોરાથી નવમી હોરા સુધી આકાહ દેશ પર અંધકાર છવાઈ રહ્યો.” લગભગ બપોરના ત્રણ વાગ્યા સુધી. આ અંધકાર તો ઈશ્વરના આ જગતના પાપના ન્યાયનું દર્શન કરાવે છે. કે જે પાપનો ભાર ઇસુ પર નાખી દેવામાં આવ્યો કે જે તેના નહોતા.
·         ઇસુ દેવ હોવા છતા સંપૂર્ણ માણસ બનીને પૃથ્વી પર આવ્યા હતા. આ તેની વધુ એક સાબિતી છે કે પ્રભુ ઇસુ ખ્રિસ્ત એકલતાની અનુભવ કરી રહ્યા છે. ઇસુ પીડાની પરાકાષ્ઠામાં આ વાક્ય બોલે છે. અને તેનો અર્થ છે કે જગતના લોકોને ઉદ્ધાર આપવો તે ઈસુની પસંદગી હતી તક નહોતી. ઈસુએ આપણા બદલામાં જે કર્યું તે પોતાની ઈચ્છાથી કર્યું. યોહાન ૧૦: ૧૪માં આ વાતને લખવામાં આવી છે. “કોઈ મારી પાસેથી તે લેતો નથી પણ હું મારી મેળે તે આપું છુ.”
·         સાથે આપણે તે પણ ખરા અર્થમાં સમજી લેવાની જરૂર છે કે ઈશ્વરે ખરેખર ઈસુને મૂકી દીધા નહોતા. કારણકે આતો દેવના દીકરા હતા. પણ પવિત્ર ઈશ્વર અને પાપ એક સાથે રહી શકે નહિ, કારણ કે ઇસુ આખા જગતના ભૂતકાળના, વર્તમાનના અને ભવિષ્યના પાપોનો ભાર પોતાના પર લઇ રહ્યા હતા. માટે થોડા અસ્થાઈ સમય માટે ઈશ્વરે પોતાની હાજરી ત્યાંથી લઇ લીધી, અને તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી જગતના પાપોની કિંમત ન ચૂકવાય જાય. રોમન ૬:૩૩, “પાપનો મુસારો મરણ છે.” અને આપણા પાપોને માટે ઈસુનું મરણ પામવું જરૂરી હતું.
·         તેને મૂકી દેવામાં આવ્યો કે જેથી આપને પ્રભુમાં પકડાયેલા રહીએ.
·         તેને ત્યજી દેવામાં આવ્યો કે જેથી આપણે પ્રભુના સાનિધ્યમાં રહી શકીએ.
·         તે મૃત્યુ પામ્યો કે જેથી આપણે અનંતકાળના જીવનના ભાગીદાર બનીએ.

Third Word From Cross - ત્રીજી વાણી “ બાઈ જો તારો દીકરો..” યોહાન ૧૯:૨૬

ત્રીજી વાણી

બાઈ જો તારો દીકરો..યોહાન ૧૯:૨૬
·         પ્રભુ ઇસુ દ્વારા બોલવામાં આવેલી ત્રીજી વાણી સીધી જ ઈસુની માં મરિયમને સંબોધવામાં આવેલી છે. જેના માધ્યમથી ઇસુ આપણને શિક્ષણ આપવા માંગે છે.
·         ઈસુએ પ્રથમ પોતાના સતાવનારને માફીની વાત કરે છે.
·         પછી ઇસુ પોતાની બાજુમા વધ:સ્તંભે જડાયેલા ચોરને ઉદ્ધારની વાત કરે છે.
·         ત્યારબાદ સૈનિકો ઈસુના કપડા માટે ચિઠ્ઠીઓ નાખે છે. અને વહેંચી લે છે.

·         આ ઘટનાના દ્રશ્યમાં ઈસુની અન્ય લોકોના જીવન પ્રત્યેની કરુણા, કાળજીના દર્શન થાય છે. સાથે તે પણ સાબિત થાય છે કે આપનો પ્રભુ આપણા જીવનોમાં અંગત રસ લે છે.
·         “એ માટે પવિત્ર તથા વ્હાલાઓ, દેવના પસંદ કરેલાને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો.” કલોસી ૩:૧૨
·         આ સમજવા માટે ઉતમ ઉદાહરણ બલા સમરૂનીનું દ્રષ્ટાંત છે. જે બીજાની કાળજી અને દયાને શીખવે છે. પોતાની પીડામાં પણ ઇસુ પોતાની માંની કાળજી લેવાનું ચુકતા નથી.

·         ઇસુને આ કાળજીનો વિચાર પોતાની અત્યંત પીડા અને દુઃખની પરિસ્થિતિમાં આવે છે. આ પીડા તો શારીરિક, માનસિક અને આત્મિક રીતે ઈસુને દુઃખ આપનાર હતી.
·         ઈસુના પોતાના માં ની સાથેના સંવાદમાં પૂરા આદર અને માન સાથે વાત કરે છે, અને તેમાં કરુણા, કાળજી અને પ્રેમના દર્શન થાય છે.

·         મરિયમ હૃદયભંગીત, દુઃખી અને સાથે કદાચ પોતાના ભવિષ્ય માટે અચોક્કસ હતી. આપને પણ મરિયમની જેમ ઈસુની કાળજીની અદભુત જરૂર છે.     
·         પ્રભુ ઇસુમાં આપણું ભવિષ્ય અનંતકાળના માટે સુરક્ષિત છે.

·         ઇસુ માની કાળજી લઇને કહે છે,
·         એક બીજાની કાળજી લો,
·         સમાજ અને કુટુંબની કાળજી લો , અને શાંતિમય જીવન જીવો.
·         ઈસુએ જેમ આપણને સ્વીકાર્ય તેમ એકબીજાને સ્વીકારો.
·         ઈશ્વરની અને એક બીજાની સેવા કરો.
·         એક બીજાને માફ કરો.
·         એક બીજાને ઉત્તેજેન આપો,
·         એક બીજાને પ્રેમ કરો.

·         જે લોકો આપણી આસપાસ, આપણા કુટુંબમાં, આપણા સમાજમાં છે, જેમને આપણે દુઃખમાં અને પીડામાં જોઈએ છીએ પણ તેમની પીડા આપણે સમજી શક્તા નથી તો પછી કેવી રીતે આપણે પ્રભુ ઈસુના વધ:સ્તંભની પીડાની સમજી શકીએ.
·         અને એ સમજણ આપણને આપને પીડાને દુઃખની અનુભવ કરતા હોય ત્યારે આવે તે ખુબ જ જરૂરી છે.   
·         જો આજે તમને તમારી કોઈ નબળાઈ પરેશાન કરી રહી છે?
·         શું આપણા ભૂતકાળના કોઈ પ્રસંગો આપણને પરેશાન કરી રહ્યા છે ?
·         શું આપણને આ દુનિયામાં એકલતા અનુભવાય છે?
·         તો આજે પ્રભુની પાસે આવો પ્રભુ તમારી કાળજી લેવા માંગે છે.       
·         “યહોવા કૃપાળુ તથા ન્યાયી છે; આપનો દેવ ખરેખરો માયાળુ છે.” ગીતશાસ્ત્ર ૧૧૬:૫
·         મોટા ભાગે આપણે આપણા પોતાના દુઃખને લઈને બેસી રહીએ છીએ અને બીજાની તરફ પોતાનું ધ્યાન આપતા નથી.
·         સાથે ઘણા દીકરા-દીકરીઓ પોતાના માં-બાપની કાળજી લેતા નથી અને પોતાનીજ દુનિયામાં જ મસ્ત રહે છે.
·         પણ પ્રભુ આજના જુવાનોને શીખવવા માંગે છે કે માં-બાપની કાળજી આપની જવાબદારી છે.  

  

SECOND WORD FROM CROSSબીજી વાણી - લૂક ૨૩:૪૩ “ આજ તું મારી સાથે પારાદૈશમાં હોઈશ..”

બીજી વાણી

લૂક ૨૩:૪૩ “ આજ તું મારી સાથે પારાદૈશમાં હોઈશ..”

પ્રભુ ઇસુ ખ્રિસ્તને બે ચોરની વચ્ચે વધ:સ્તંભે ચડાવવામાં આવ્યા.તેમાંથી એક ચોરે ઈસુની મશ્કરી કરી  પણ બીજાએ તેને તેમ કરતા ધમકાવ્યો. અને ઈસુને કહ્યું કે, “ હે  ઇસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભારજે.” આ પછીનો પ્રભુનો સંવાદ તે જગતના ઈતિહાસમાં વધ:સ્તંભ પરની બીજી વાણી બની ગયો.
“હું તને ખચીત કહું છુ કે, આજ તું મારી સાથે પારાદૈશમાં હોઈશ.” લૂક ૨૩:૪૩
પ્રભુ ઇસુ એક ચોરની સાથે વાત કરે છે જે વાત સંપૂર્ણ રીતે ઉદ્ધારના પાયા પર છે.

૧) વિનંતી:

“ હે  ઇસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભારજે.” લૂક ૨૩:૪૨.
·         આ વિનંતી એક ચોર તરફથી ઈસુને કરવામાં આવી. ચોરને જે કોઈ પણ ગુનામાં પકડવામાં આવ્યો  હશે અને તેના આધાર પર તેને સજા કરવામાં આવી હશે.      
·         માથ્થી ૨૭:૪૪, “અને જે ચોરો તેની જોડે વધ:સ્તંભે જડાયા હતા, તેઓએ પણ એજ પ્રમાણે તેના ઠઠ્ઠા કર્યા.” આ પરથી આપને કહી શકીએ કે શરૂઆતમાં તે પણ યહુદીઓ, રોમનો અને બીજા ચોરની સાથે ઈસુના ઠઠ્ઠા કરવામાં હતો.
·         પરંતુ પછી, પ્રભુની કૃપાના અદભુત ચમત્કારથી, તેનું હૃદય બદલાયું, હવે તને સમજાયું કે જે વ્યક્તિ તેની બાજુમાં વધ:સ્તંભે જડાવી દેવામાં આવ્યો છે તે તો પ્રભુ અને દેવનો દીકરો છે. અને ત્યારે તે બીજા ચોરને કહે છે કે “તું એજ શિક્ષા ભોગવે છે છતા શું તું દેવથી પણ બીતો નથી........પણ એણે કઈ ખોટું કર્યું નથી” લૂક ૨૩:૪૨

આ બધા સંવાદ પછી પ્રભુને ચોર તરફથી વિનંતી કરવામાં આવે છે કે “હે ઇસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભારજે.” લૂક ૨૩:૪૨

·         કેટલી અદભુત, સાદગી ભરેલી, નમ્રતાથી કરેલી વિનંતી. તેની વિનંતીથી આપણેને તેની માનસિક પરિસ્થિતિની ખબર પડે છે. તે હવે સ્વીકારી રહ્યો છે કે તે પોતે પાપી છે, પણ તેનીસાથે તે એ પણ સ્વીકારી રહ્યો છે કે ઇસુ ખરા ઉદ્ધારનાર છે. માટે જ તે ઈસુને પોતાના રાજ્યમાં સંભારવાનું કહે છે.

·         વ્હાલાઓ આપણે એ મારતા ચોર જેવા છીએ. અપને આપના પાપોને કારણે ઈશ્વરના ગુનેગારો છીએ. આપને ઈશ્વર અને તેના નિયમની વિરુદ્ધ પાપ કર્યું છે. આપને પણ તેની આજ્ઞાઓ નહિ પાળીને ઈશ્વરના ઠઠ્ઠા કર્યા છે. આપણે ઈશ્વરીય પવિત્રતાની વિરુધ્ધ બળવો કર્યો છે. આપણને ઈશ્વરીય બાબતોમાં કે પછી ઈશ્વરમાં જ રસ રહ્યો નથી.
·         છતા પણ ઈશ્વરે આપણાપર કૃપા કરી, અને આપના હૃદયોને બદલવાના પ્રયત્નો કર્યા. આપણામાંથી ઘણાએ તેનો સ્વીકાર કર્યો અને પ્રભુને કહ્યું કે “હે ઇસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભારજે.”

૨) પ્રત્યુતર:

·         આ બધી પરિસ્થિતિમાં ઇસુ અભૂતપૂર્વ પ્રત્યુતર આપે છે.      
·         “હું તને ખચીત કહું છુ કે, આજ તું મારી સાથે પારાદૈશમાં હોઈશ.” લૂક ૨૩:૪૩
·         હવે પ્રભુ તેને પારાદૈશમાં હોઈશ તેમ કહે છે. તેનો વધારે ઊંડાણમાં ન જતા સર્વ સામાન્ય અર્થ લઈએ તો સ્વર્ગનો સમાનર્થી શબ્દ. આ ચોરે તો પાપી અને બંડખોર જીવન વિતાવ્યું છે, પણ હવે તે પારાદૈશમાં હશે. અને ફક્ત પારાદૈશમાં હશે તેટલું જ નહિ પણ ઈસુની સાથે પારાદૈશમાં હશે. કેવો અદભુત આનંદ !
·         વ્હાલાઓ આજે જયારે હું અને તમે પ્રભુ ઈસુની પાસે આવીએ છીએ ત્યારે આપણા પ્રભુનો પ્રત્યુતર પણ તેવો જે છે. જયારે આપણે પ્રભુ ઇસુનો તારણહાર તરીકે સ્વીકાર કારીએ છીએ ત્યારે પ્રભુ આજે પણ આપણને અનંતકાળીક જીવનની ભેટ આપવાને માટે તૈયાર છે.
·         આ એક શ્રેષ્ઠ આશા આપના અને જગતના દરેક વ્યક્તિઓના જીવનને માટે છે.

·         શું પ્રભુ ઇસુના શિષ્યોએ આ પ્રમાણે સંભાળવાની અપેક્ષા નહિ રાખી હોય ? પણ ઇસુએ તો પેલા મારતા ચોરને તે તક આપી કે જે સંભાળવા આજે પણ આપનામાંના દરેક સંભાળવાની અપેક્ષા રાખે છે. ઈશ્વર તરફથી કેટલી બધી મોટી મહેરબાની કરવામાં આવી.