“ સંપૂર્ણ થયું.. ” યોહાન ૧૯:૩૦
·
પ્રભુ ઈસુ સંપૂર્ણ માણસ તરીકે જીવન
જીવ્યા અને આત્મ સમપર્ણ અને આજ્ઞાધીન જીવન જીવ્યું. તેમણે માણસોથી ધીક્કારાયેલું અને નાકારાયેલું જીવન જીવ્યા. ઇસુ તો દુઃખી પુરુષ ને દર્દ્મો અનુભવી હતા.
·
જેઓ તમેને ધિક્કારતા હતા તેમને તેઓને
સોંપવામાં આવ્યા. તેઓ પ્રાર્થના કરતા હતા ત્યારે તેમની
ધરપકડ કરવામાં આવી. તેમના પોતાના એક શિષ્ય દ્વારા તેમને વિશ્વાસઘાત કરવામાં આવ્યો.
·
આપણા જીવનમાં આપણે કોઈ કામ લઈને બેસીએ
અને પછી જયારે કામ પૂરું થાય ત્યારે “ સંપૂર્ણ થયું.” એમ કહેતા કેટલો આનંદ થાય છે. સાથે જ જીવનના અંતે આપણને એવું કહી શકીએ કે મેં જે ધારેલું તે બધું જ
પૂરું થયું અને હું તે બધુ જ કરી ચુક્યો છુ.
· બધા જ વચનો, પ્રબોધવાની ઇસુમાં સંપૂર્ણ થયા હતા.
·
“ સંપૂર્ણ થયું.” – શબ્દને ગ્રીકમાં tetelestai છે. જે બાઈબલમાં બીજી જગ્યાઓએ પણ વપરાયો છે. “એ પછી સઘળું પૂરું થયું એ જાણીને શાસ્ત્રવચન પૂર્ણ થાય
માટે કહે છે કે, મને તરસ લાગી છે.” યોહાન ૧૯:૨૮ અહી પણ “પૂર્ણ થાય” માટે tetelestai શબ્દ વાપરવામાં આવ્યો છે. Tetelestai એક પૂર્ણ વર્તમાનકાળનું રૂપ છે. આ શબ્દનો અર્થ હેતુ કે ધ્યેયની પ્રાપ્તિ છે.
·
સાથે બીજો અર્થ ગણતરીની સાથે સંકળાયેલો
છે. જે દેવું પુરુ થાય ત્યારે વાપરવામાં
આવતો શબ્દ છે. સાથે કોઈનો ગુરુ સાથેનો અભ્યાસ પૂરો
થાય ત્યારે શિષ્યને કહેવામાં આવે કે સંપૂર્ણ થયું.
આતો જાણે પ્રભુના સંતોષનો ઉદગાર માટે. સાથે tetelestai શબ્દના અર્થ પ્રમાણે આ કાર્ય જે પૂરું
થયું તે હવે ફરીથી કરવાની જરૂર નથી.
·
હવે આપણા માટે આપણા પ્રભુ ઈસુએ પૂર્ણ
બલિદાન આપ્યું છે અને આપણા પાપોને માટે વધ:સ્તંભ પર વેદના
સહન કરી છે. અને આપણા પાપોની માફી આપણને પૂર્ણ રીતે
મળી છે.
માટે જરૂરિયાત છે કે આપણે તે પ્રભુના
માર્ગમાં સંપૂર્ણ રીતે ચાલવાનો સફળ અને પ્રમાણિક પ્રયત્ન કરીએ.

No comments:
Post a Comment