Saturday, March 19, 2016

દુઃખ સહન સપ્તાહ સંદેશ ભાગ ૬- તેનું બલિદાન - mark 14-15- His Scrifice

તેનું બલિદાન

માર્ક ૧૪-૧૫

પ્રસ્તાવના:

પ્રભુ ઇસુ ખ્રિસ્તનું મરણ આપણને અદભુત બલિદાનનો શ્રેષ્ઠ નમુનો પૂરો પાડે છે. તેનામાં આપણે કૃપા પામીએ છીએ અને આપણા અહંકાર અને અભિમાનને નમ્રતામાં બદલી નાખે છે. તે વધસ્તંભ આપણને સ્વાર્થથી પર થવા અને દેવના રાજ્યના ભાગીદાર થવા માટે પ્રેરણા આપે છે. ખ્રિસ્તનું મરણ આપણને બદલી નાખે છે. આજે આપને પ્રભુના વધસ્તંભ પરના મરણને વધુ નજદીકથી જોવા માંગીએ છીએ.

(૧) ઇસુનું બલિદાન મરણને હરાવનાર છે.

·         બાઈબલ કહે છે કે “ક્મકે  પાપનો મુસારો મરણ છે; પણ આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદન અનંતજીવન છે.” રોમન ૬:૨૩
·         “તો છોકરા તો માસ અને લોહીના બનેલા હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓનો ભાગીદાર થયો; કે જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો નાશ કરે.” હિબ્રુ ૨:૧૪
·         યોહન ૧૨:૩૧, પ્રમાણે ઇસુ કહે છે કે “આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે.”
·         આ સાથે ઈસુનું બલિદાન મરણની બીકને દુર કરે છે. હિબ્રુ ૨:૧૫

(૨) ઈસુનું મરણ દેવનો ન્યાય દર્શાવે છે.
·        
    “દેવે તેને તેના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા સારું ઠરાવ્યો, જેથી દેવની સહનશીલતાથી અગાઉ થયેલ પાપની દરગુજર થઇ તે વિષે દેવ પોતાનું ન્યાયપણું દેખાડે;” રોમન ૩:૨૫
·         ઈશ્વર પવિત્ર છે અને તેથી તે અપવિત્રતાનો ન્યાય કરનાર છે.
·         “કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહિ પણ સેવા કરવાને, ને ઘણાની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે.” માર્ક ૧૦:૪૫

(૩) ઇસુનું મરણ દેવનો પ્રેમ અને કૃપા દર્શાવે છે.

·         ઇસુનો વધસ્તંભ દેવની કૃપાનું પ્રતિક છે.
·         પાઉલ કહે છે કે, “પણ ઇસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે, તેની મારફતે દેવની કૃપાથી તેઓ વિનામૂલ્ય ન્યાયી ગણાય છે.” રોમન ૩:૨૫
·         ઈસુએ આપના માટે એ કર્યું કે જેના માટે આપને યોગ્ય નહોતા, તેનું મરણ આપના માટે ઉદ્ધારની ભેટ લઈને આવે છે. એફેસી ૨:૮-૯
·         આપને પોતે ઉદ્ધારને ખરીદી શકતા નથી.
·         ઇસુનું મરણ દેવના પ્રેમનું પ્રતિક છે.
·         “પણ આપને જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો, એમ કરવામાં દેવ આપના પરનો પ્રેમ પ્રગટ કરે છે.” રોમન ૫:૮

લાગુકરણ:
·         ઈસુની બલિદાન આપણને જીવંત નમુનો પૂરો પાડે છે.
·         “એથી આપને પ્રેમ શું છે તે જાણીએ છીએ, કેમ કે તેણે પોતાનો પ્રાણ આપના વતી આપ્યો અને આપણે પણ ભાઈઓને સારું આપણા પ્રાણો આપવા જોઈએ.” ૧ યોહાન ૩:૧૬
·         “અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, હા, વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો.” ફિલીપી ૨:૮
·         પ્રભુ આપણને ઉત્તમ નમુનો પૂરો પડે છે.

No comments:

Post a Comment