ઈસુના વારસ
પ્રસ્તાવના :
પ્રભુ ઇસુ ખ્રિસ્તની સેવાના કાળ દરમ્યાન
હમેશા તેમને શાસ્ત્રીઓ, ફરોશીઓ, સદુકીઓ અને ધાર્મિક આગેવાનો સાથે મતભેદ રહ્યા હતા.
અને તેના ભાગ રૂપે આ બધા ધાર્મિક અને સામાજિક જૂથોના આગેવાનો પ્રભુ ઇસુ ખ્રિસ્તના
પ્રખર વિરોધી રહ્યા હતા. છતાં પણ દરેક વખતે ચર્ચામાં ઇસુ તેમને ચુપ કરી દેનાર સબિત
થાય છે. મોટે ભાગે ઈસુના પ્રશ્નોના જવાબ તેમની પાસે નથી. આવા જ એક પ્રસંગમાં પ્રભુ ઇસુ આ લોકોની દુષ્ટતા
પુરવાર કરતા ને તેમને ચેતવણી આપતા આ દ્રષ્ટાંત કહે છે.
(૧) દ્રાક્ષવાડીનો માલિક : માર્ક ૧૨:૧
v
માલિકે દ્રાક્ષવાડી પર પ્રેમ કર્યો.
o
દ્રાક્ષવાડીના માલિકે દ્રાક્ષવાડીની આસપાસ વાડ કરી,
કુંડ ખોદ્યો અને બુરજ બાંધ્યો.
o
આ બધુ કરીને માલિકે પોતાનો પ્રેમ અને કાળજી દ્રાક્ષવાડી
પ્રત્યે દર્શાવ્યો.
o
તેને સલામતી આપી, જરૂરી બાબતો કરી, તેને સંપૂર્ણ દ્રાક્ષવાડી
બનાવવા સફળ પ્રયત્નો કર્યા.
o
આ દ્રષ્ટાંતમાં માલિક એ ઈશ્વર્ પિતાના વ્યક્તિત્વનું
પાત્ર ભજવે છે, કે જેણે પોતાની કાળજી અને પ્રેમ હમેશા ઇઝરાયેલના લોકો પર રાખ્યા
છે.
v
ખેડૂતોને દ્રાક્ષવાડી ઇજારે આપી.
o
માલિક જયારે મુસાફરીએ ગયો ત્યારે તેને આ દ્રાક્ષવાડી
ખેડૂતોને ઇજારે આપી.
o
જેમને આ દ્રાક્ષવાડી આપવામાં આવી તેઓતો આ યરુશાલેમના
આગેવાનો, કે જેમના વિષે માર્ક ૧૧:૨૭, “મુખ્ય યાજકોએ, તથા શાસ્ત્રીઓએ તથા વડીલોએ
તેની પાસે આવીને કહ્યું... ”
(૨) જવાબદાર
ખેડૂતોની દુષ્ટતા: માર્ક ૧૨:૨-૮
v
તેમને માલિકને દગો દીધો – ક. ૩
o
માલિકના મોકલેલા ચાકરને મારીને ખેડૂતોએ દગો કર્યો
અને કઈ ફળ ના આપ્યું.
o
આજ રીતે ઈશ્વરને તેનો મહિમા આપવાની જગ્યાએ આપણે
તેનો મહિમા લઇ લેવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા જીવનોથી ઈશ્વરને મહિમા મળવો જોઈએ.
o
પવિત્ર જીવનો જીવીને આપણે ઈશ્વરને મહિમા આપી શકીએ
છીએ. ૧ કોરંથી ૬:૧૯-૨૦, ૧ પિત્તર ૧:૧૫-૧૬
v
માલિક તરફથી મોકલેલાઓને તમેણે નકાર્યા: માર્ક
૧૨:૨-૫
o
કેટલાકને તેમને માર માર્યો અને કેટલાકને તેમણે મારી
નાખ્યા.
o
આ આગેવાનોએ પ્રભુએ મોક્લેલા સંદેશ વાહકોને અને પ્રબોધકોને નકાર્યા હતા.
o
એટલા જ માટે ઇસુ માથ્થી ૨૩:૩૭, “ઓ યરુશાલેમ, યરુશાલેમ,
પ્રબોધકોને મારી નાખનાર, ને તારી પાસે મોક્લેલાને પથ્થરે મારનાર !” જણાવે છે.
o
પ્રભુનું વચન આપણી મધ્યે લાવનારા પ્રત્યે આપણે કેવો ભાવ રાખીએ છીએ?
o
આપણી પ્રભુનું વચન અને આજ્ઞા સ્વીકારવાણી તૈયારી
કેટલી છે !
v
માલિકના દીકરાને પણ મારી નાખ્યો: માર્ક ૧૨: ૬-૮
o
કોઈ વારસ ના રહેતા દ્રાક્ષવાડી તે ખેડૂતોની થઇ
જશે તેમ ધરીને તેમણે માલિકના દીકરાને મારી નાખ્યો.
o
આ દ્રષ્ટાંતમાં નજીકના ભવિષ્યમાં ઇસુ સાથે થનાર
પ્રસગોની વાત સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
o
સાથે ઇસુ તેમને એ પણ જણાવવા માંગે છે કે તેમની
યોજનાઓ અને કાવાદાવા ઇસુ જાણે છે.
(૩) માલિક ન્યાય કરનાર છે.માર્ક ૧૨:૯
v
માલિક ખેડૂતોને કે જેમને ઈજારો આપવામાં આવ્યો હતો
તેમને શિક્ષા કરશે. માર્ક ૧૨:૯
o
ઈસુનો નકાર તમને અનંતકાળીક શિક્ષા તરફ લઇ જશે.
પ્રકટીકરણ ૨૦:૧૧-૧૫
o
જો પ્રભુ ઇસુનો સ્વીકાર પોતાના ઉદ્ધ્રનાર તરીકે કર્યો
ના હોય તો ધાર્મિક લોકો કે આગેવાનોનો પણ નાશ પામશે.
o
દીકરો મહિમાવાન થશે. માર્ક ૧૨:૧૦-૧૧
લાગુકરણ:
- ગીતશાસ્ત્ર ૯૫:૭, “આજે તમે તેની વાણી સાંભળો તો કેવું સારું ! ”
- આજ સુધી જો તમે પ્રભુનો અવાજ સાંભળ્યો નથી, અથવા તો તમે પ્રભુના અવાજને ગણકાર્યો નથી તો પછી આજે સમય છે કે આપણે આજે દેવના દીકરાને સ્વીકારીએ.
- ઈસુના અવાજને સાંભળવાથી પાપની કબુલાત આપણને પસ્તાવા તરફ દોરી જાય છે. પરંતુ આજે પણ આપણામાંથી ઘણા હૃદય કઠણ છે.
- ઇસુનો સ્વીકાર કરીને આપણે ઈશ્વરના વારસદાર બની શકીએ છીએ.
- પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને પથ્થરના હૃદયની જગ્યાએ માંસનું હૃદય આપે.

No comments:
Post a Comment