Monday, March 21, 2016

દુઃખ સહન સપ્તાહ સંદેશ ૭ - શું તમે મારા ઈસુને જોયા છે? - Mark 16- Hve you seen my Jesus ?


ઇસ્ટર – પુનરુત્થાન દિવસ


માર્ક ૧૬:૧-૮

આજે જગતમાં ઘણા બધા લોકો માનસિક તણાવ અન દબાણમાં આશાવીસીન  જીવન જીવે છે. પણ ખ્રિસ્તી જીવનમાં આપણે તેથી વિપરીત અદભુત જીવન જીવીએ છીએ. ખ્રિસ્તી જીવનમાં જો આપણે ઇસુ જીવિત છે તેવો વિશ્વાસ નથી ધરાવતા તો પછી આપણે કેવી રીતે પોતાને ખ્રિસ્તી કહી શકીએ. આપણે તો પભુ પરના જીવંત વિશ્વાસથી જીવનની તકલીફો, મુશ્કેલીઓ, બીક અને એકલતા પર વિજય મેળવીએ છીએ. સાથે આજ વિશ્વાસથી આપણે અવર્ણનીય આનદ, આશા અને ખાતરી મેળવીએ છીએ.   
(૧) ઈસુનું પુનરૂત્થાન આપણને શુ આપે છે.

બચાવની ખાતરી:

·         પ્રભુ ઇસુની રક્ત આપણને બચાવની ખાતરી આપે છે.
·         “તેને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યો, અને આપણા ન્યાયકરણને માટે તેને પાછો ઉઠાડવામાં આવ્યો.” રોમન ૪:૨૫
·         “..આપણને હમણાં તેના રક્તથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, માટે તેની મારફતે દેવના કોપથી બચીશું તે કેટલું બધું ખાત્રીપૂર્વકનું છે.” રોમન ૫:૯

જીવંત આશા:

·         “...તમે મને જોશો, હું જીવું ચી માટે તમે પણ જીવશો ” યોહાન ૧૪:૧૯
·         “..તેણે પોતે ઘણી દયા રાખીને મુએલામાંથી ઇસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીએન સજીવન આશાને સારું, અવિનાશી, નિર્મળ તથા કરમાઈ ન જનારા વતનને માટે આપણને પુનર્જન્મ આપ્યો છે, તે વતન તમારે સારું આકાશમાં રાખી મુક્યું છે.” ૧ પિત્તર ૧: ૩-૪

અનંતકાળનો સાથ:

·         પ્રભુએ વચન આપ્યું કે તે  સદાકાળ આપણી સાથે છે. “મેં તમેન જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તોને શીખવતા જાઓ; અને જુઓ, જગતના અનંત સુધી હું સર્વકાલ તમારી સાથે છે.” માથ્થી ૨૮:૨૦


(૨) ઇસુ આપણા માટે શું કરે છે.


આપણી રાહ જુએ છે:

·         “દેવની જમણી તરફ બિરાજેલો છે. અને હવે પછી તેના વૈરીઓને તેનું પાસાદન કરવામાં આવે આવે ત્યાં સુધી તે વાત જુએ છે.” હિબ્રુ ૧૦:૧૨-૧૩
·         “જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે.” ૧ કોરંથી ૧૫: ૨૬

       આપણે સારૂ મધ્યસ્થી કરે છે :

·         “જે મુએલામાંથી પાછો પણ ઉઠ્યો તે ખ્રિસ્ત ઇસુ છે, તે દેવને જમણે હાથે છે, તે આપને સારું મધ્યસ્થતા કરે છે.” રોમન ૮:૩૩-૩૪
·         “ મારા બાળકો, તમે પાપ ન કરો, માટે હું તમને વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો બાપની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઇસુ ખ્રિસ્ત જે ન્યાયી છે..” ૧ યોહાન ૨:૧


સ્વર્ગમાં આપણા માટે જગ્યા તૈયાર કરે છે:

·         “ જો હું જઈને તમારે માટે તૈયાર કરીશ, તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઇ જઈશ; જેથી જયા હું છુ ત્યાં તમે પણ રહો.” યોહાન ૧૪:૩

      લાગુકરણ:

·         આપની પાસે સૌથી મોટો દિલાસો અને આશા છે કે આપણો પ્રભુ જીવતો ઈશ્વર છે.
·         આપણને આજના દિવસે એ જ પ્રભુ પર વિશ્વાસ રાખવાનો છે કે તે મૃત્યુ પામ્યો હતો પણ આજે તેની કબર ખાલી છે.
·         એક દીવસ આ જ પ્રભુ આપણને લેવા આવવાનો છે.
·         આવો આ પ્રભુને મળવાને માટે તૈયાર થઈએ.  

No comments:

Post a Comment