ચોથી વાણી:
“ઓ મારા દેવ, મારા
દેવ, તે મને કેમ મૂકી દીધો છે?” માથ્થી ૨૭:૪૬
·
અત્યાર સુધીની ત્રણ વાણી વિધાન વાક્યો પર હતી પણ
ચોથી વાણી પ્રશ્નાર્થ વાક્યના સ્વરૂપમાં છે.
·
આ વાણી પ્રશ્નોના જવાબ આપવાની જગ્યાએ બીજા
પ્રશ્નો ઉભા કરે છે, જેમ કે કેવી રીતે ઈશ્વર પોતાના વ્હાલા દીકરાને મૂકી દે કે
તરછોડી દે ?
·
સી. એચ. સ્પર્જન ના મત મુજબ ઇસુ ગીતશાસ્ત્ર ૨૨:૧
ની વાત જેવીજ વાત કરે છે. ત્યાં લખેલું છે કે “હે મારા દેવ, મારા દેવ, તે મને કેમ
તરછોડી દીધો છે. ?”
·
ઇસુ ખ્રિસ્ત એવી પરિસ્થિતિની વાત કરે છે કે જેમાં
કોઈ રહેવા માંગતું નથી. શાબ્દિક અર્થ એકલું મૂકી દેવાયેલું, કોઈના ધ્યાનમાં ન હોય
તેવું.
·
ઇસુ એ દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે પાપ આપણને
ઈશ્વરથી જુદા પાડે છે. અને જેથી આપણે એકલતા અને ખાલીપણાનો અનુભવ કરીએ છીએ. આ એકલતા
તો ઈશ્વર પરના વિશ્વાસથી અને પાપની માફીથી આપણને મળે છે.
·
હાલના જગતમાં એકલતા બહુ મોટો ચર્ચાનો વિષય અને
કેટલાય લોકોનો અંગત અને આગવો પ્રશ્ન છે.
·
એક ખાનગી સંસ્થા દ્વારા હાલમાં કરેલ સર્વે મુજબ
સૌથી વધારે એકલતા કિશોરાવસ્થાના વ્યક્તિઓ અનુભવે છે. આશ્ચર્ય થાય તેવી હકીકત છે.
પછીના સ્થાને લગ્નવિચ્છેદ થયેલ લોકો, ખુબજ સુખી વ્યક્તિઓ, વિધવાઓ, ગૃહિણીઓ અને
વૃદ્ધો.
·
માથ્થી ૨૭:૪૫, “છઠ્ઠી હોરાથી નવમી હોરા સુધી આકાહ
દેશ પર અંધકાર છવાઈ રહ્યો.” લગભગ બપોરના ત્રણ વાગ્યા સુધી. આ અંધકાર તો ઈશ્વરના આ
જગતના પાપના ન્યાયનું દર્શન કરાવે છે. કે જે પાપનો ભાર ઇસુ પર નાખી દેવામાં આવ્યો
કે જે તેના નહોતા.
·
ઇસુ દેવ હોવા છતા સંપૂર્ણ માણસ બનીને પૃથ્વી પર
આવ્યા હતા. આ તેની વધુ એક સાબિતી છે કે પ્રભુ ઇસુ ખ્રિસ્ત એકલતાની અનુભવ કરી રહ્યા
છે. ઇસુ પીડાની પરાકાષ્ઠામાં આ વાક્ય બોલે છે. અને તેનો અર્થ છે કે જગતના લોકોને
ઉદ્ધાર આપવો તે ઈસુની પસંદગી હતી તક નહોતી. ઈસુએ આપણા બદલામાં જે કર્યું તે પોતાની
ઈચ્છાથી કર્યું. યોહાન ૧૦: ૧૪માં આ વાતને લખવામાં આવી છે. “કોઈ મારી પાસેથી તે
લેતો નથી પણ હું મારી મેળે તે આપું છુ.”
·
સાથે આપણે તે પણ ખરા અર્થમાં સમજી લેવાની જરૂર છે
કે ઈશ્વરે ખરેખર ઈસુને મૂકી દીધા નહોતા. કારણકે આતો દેવના દીકરા હતા. પણ પવિત્ર ઈશ્વર
અને પાપ એક સાથે રહી શકે નહિ, કારણ કે ઇસુ આખા જગતના ભૂતકાળના, વર્તમાનના અને
ભવિષ્યના પાપોનો ભાર પોતાના પર લઇ રહ્યા હતા. માટે થોડા અસ્થાઈ સમય માટે ઈશ્વરે
પોતાની હાજરી ત્યાંથી લઇ લીધી, અને તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી જગતના પાપોની
કિંમત ન ચૂકવાય જાય. રોમન ૬:૩૩, “પાપનો મુસારો મરણ છે.” અને આપણા પાપોને માટે
ઈસુનું મરણ પામવું જરૂરી હતું.
·
તેને મૂકી દેવામાં આવ્યો કે જેથી આપને પ્રભુમાં
પકડાયેલા રહીએ.
·
તેને ત્યજી દેવામાં આવ્યો કે જેથી આપણે પ્રભુના
સાનિધ્યમાં રહી શકીએ.
·
તે મૃત્યુ પામ્યો કે જેથી આપણે અનંતકાળના જીવનના
ભાગીદાર બનીએ.

No comments:
Post a Comment