Tuesday, March 22, 2016

હે બાપ તેઓને માફ કર - પ્રથમ વાણી- First Word from Cross

પ્રથમ વાણી

હે બાપ તેઓને માફ કર કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.. લુક ૨૩:૩૪

પાપી માણસો તરીકે આપણે દેવના શત્રુ છીએ. રોમન ૫:૧૦. છતા પણ ઈશ્વર એક રસ્તો પૂરો પાડે છે. જે રસ્તા પ્રમાણે ઇસુ આપના પાપોનું ઋણ ચૂકવી આપે. અને આના અનુસંધાનમાં ઇસુ ખ્રિસ્ત વધ: સ્તંભ પરથી પોતાની સખત પીડામાં માફીની વાત કરે છે.
·         ઇસુ પોતાના શત્રુઓ માટે પ્રાર્થના કરે છે ? ઘણી ચર્ચાઓ થાય છે કે ઇસુ કોના માટે પ્રાર્થના કરે છે? તેના જવાબો હોઈ શકે રોમનો, યહુદીઓ, જગત. પરંતુ આ ચર્ચ કરવા કરતા આપને બીજા મહત્વના મુદ્દાઓ પર ધ્યાન  કેન્દ્રિત કરવાની જરૂર છે.
·         માથ્થી ૫:૪૩-૪૫, “તું તારા પડોશી પર પ્રીતિ કર, ને તારા વૈરી ઉપર દ્વેષ કર, એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે: પણ હું તમને કહું છુ કે તમે તમારા વૈરીઓ પર પ્રીતિ કરો, ને જેઓ તમારી પૂંઠે લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો.”
·         ઈસુએ કહ્યું કે તેમને માફ કર. “માફ” ને ગ્રીક ભાષાના શબ્દના અર્થ પ્રમાણે “બંધનમુક્ત કરવુ”, “જવા દેવું”.
·         આવી જ એક પ્રાર્થના પ્રેરીતોના કૃત્ય ૭:૫૯-૬૦ માં કરવામાં આવી છે. જયા સ્તેફન પ્રાર્થના કરતા કહે છે કે, “ઓ પ્રભુ આ દોષ તેઓને માથે ના મુક.”
·         આવી પરીસ્થીમાં કેવી રીતે ઇસુ આવી પ્રાર્થના કરતા હશે.
અને એ નોંધનીય પણ છે કે પ્રભુને વધ:સ્તંભે ચઢાવનારા લોકો ખરેખર નથી જનતા જે તેઓ જગતના તારણહારને વધ:સ્તંભે ચડાવી રહ્યા હતા. તેમને પૂરી વાતની ખબર નહોતી માટે પ્રભુ કહે છે કે તેઓ જાણતા નથી.
તેઓ નહોતા જાણતા કે માનવના શરીરમાં આ તો દેવનો દીકરો છે. જો તેઓ આમ જાણતા હોત તો તેઓ આમ ન કરત.   
·         માનવજાતના પાપની માફીને માટે ઈસુને મરવાનું તો હતું જ, પણ તેઓ ફક્ત ઇસુની અવગણના નહોતા કરી પણ ઈસુના પૃથ્વી પરની સેવાની અને બલિદાનની અવગણના કરી રહ્યા હતા.
·         તેમને લાગતું હતું કે તેઓ ઈસુને મારી નાખી રહ્યા હતા પણ હકીકત એ હતી કે ઇસુ તો સર્વ માનવજાત પાપો માટે બલીદાન આપી રહ્યા હતા.
·         ઈસુએ કહ્યું કે, કોઈ મારી પાસેથી મારો જીવ લઇ શકે નહિ, હું મારો જીવ આપું છુ. યોહાન ૧૦:૧૮
·         બીજા શબ્દોમાં ઇસુ કહે છે કે બાપ તેમના અજ્ઞાન અને મૂર્ખતા માટે તેમને માફ કર.
·         આપણા માટે આ તકલીફ છે કે કોઈ ખોટું હોય અને તેમના માટે પ્રાર્થના કરીએ. પ્રભુની પ્રાર્થના તો જાણે કે એકદમ ભયંકર યુદ્ધમાં થતી પ્રાર્થના જેવી લાગે છે.
·         મોટા ભાગે એવું બને છે કે આપણે માફી આપના માંગીએ છીએ પણ માફ નહિ કરવાના આપની પાસે વધુ કારણો મળી આવે છે. આવું આપણે કહેતા નથી પણ જીવન જીવીએ છીએ.
·         માફ કરવાની જગ્યાએ આપણે બદલો લેવાના રસ્તા શોધી કાઢીએ છીએ. મોટા ભાગે આપણા શત્રુઓને દુઃખી કરવાના, તેમે બતાવી દેવાના, નીચું દેખાડવાના હોય છે.
·         અને માટે જ ઇસુ આપણને માફીનું અદભુત ઉદાહરણ આપે છે. આજે આપણે કહેવાની જરૂર છે કે હું મારા શત્રુઓને માફ કરવા માંગું છું.
·         રોમન ૧૨:૧૪ “તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો; અને શાપ આપતા નહિ.”
·         ૧ પિત્તર ૩:૯, “ભૂંડાઈને બદલે ભૂંડાઈ ને નિંદાને બદલે નિંદા ન કરો, પણ ઉલટું આશીર્વાદ આપો; કેમ કે તમે આશીર્વાદના વારસ થાઓ, એ માટે તમને તેડવામાં આવ્યા છે.”
·         શું આપણે આજે તેમને માફ કરી શકીએ કે જેઓ તમારી ઈર્ષા કરે, તમારા વિરુધ્ધ કાવાદાવા કરે, તમને દગો કરે, તમારી પાછળ પડી જાય ?
·         માથ્થી ૧૮:૨૧-૨૨, “ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુધ્ધ કેટલી વાર અપરાધ કરે ણે હું તેને માફ કરું? શું સાત વાર સુધી? ઈસુએ તેને કહ્યું, સાત વાર સુધીનું હું તને નથી કહેતો, પણ સીત્તેર ગણી સાત વાર સુધી.”
·         “ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમે તમે પણ કરો.” કલોસી ૩:૧૩
·         પ્રભુ આપણને કહી રહ્યા છે કે જેઓ આપના વિરોધીઓ અને પરેશાન કરનારા છે તેઓ આજ્ઞાની છે, જો તેઓ જ્ઞાની હોત તો તેઓ આમ ન કરત.
·         ઉદ્ધારનારનું હૃદય આપણને ખોટી પકડી રાખેલી બાબતોને છોડવાનું કહે છે.   
·         આવો આજે પ્રભુની માફીનો ભરપુરી પણે અનુભવ કરીએ અને માફી આપીને બીજાને પણ માફી પામ્યાનો અનુભવ કરાવીએ. 

No comments:

Post a Comment